ફીશીંગ નેટ ભાવ પત્રક મેળવો.
અમારા વિષે

પરિચય

ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિમિટેડ, ગુજરાત રાજ્યની માછીમાર સહકારી મંડળીઓની ટોચની સહકારી સંસ્થા છે. ગુજરાત સરકારના નાણાંકીય અને વહીવટી સમર્થનથી સને ૧૯૫૬માં સ્થાપવામાં આવેલ છે. સંસ્થા્ના કુલ ભરાયેલ રૂ.૮૭.૨૦ લાખના શેર હોલ્ડીંગમાં ગુજરાત સરકારનું આશરે ૭૮.૮૫ લાખનું મોટું શેર હોલ્ડીંગ છે. ગુજરાત સરકાર ઉપરાંત ૨૮૯ પ્રાથમિક સહકારી મંડળીઓ અને ૨૯૩૯ વ્યક્તિઓ ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રિત સહકારી સંસ્થા લિ.ના સભ્ય છે. સંચાલક મંડળમાં કુલ ૧૬ સભ્યો છે. ૯ નિયામકોને ગુજરાત સરકાર દ્વારા નિયુકત કરવામાં આવે છે. અને બાકીના માછીમાર સહકારી મંડળીઓ પૈકી ચુંટાયેલા સભ્યો છે. કૃષિ અને સહકાર વિભાગ (પશુપાલન ગૌસંવર્ધન અને મત્યોધોગ)ના સચિવ ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિ.ના અધ્યક્ષ છે. આ એસોસીએશનની રોજબરોજની વ્યયવસ્થા નું કામ વહીવટી સંચાલકશ્રી સંભાળે છે. જેની નિયુક્તિ સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે.જેઓ અધિક કલેકટર કક્ષાના અધિકારી હોય છે.

પ્રવૃત્તિઓ

 • જુદા જુદા સ્થતળોએ મોબાઇલવાન મારફત તાજી માછલી અને દરિયાઇ માછલીનો છુટક વેચાણ
 • મત્સ્યોદ્યોગને લગતા સાધનો વ્યાજબી ભાવથી પુરા પડવા
 • રાજય સરકારશ્રીની યોજનાઓ તથા નવા પ્રોજેકટોનું અમલીકરણ કરવું
 • મત્સ્યબીજનું ઉત્પાદન તથા ઉછેર કરવું
 • દરિયાઇ વિસ્તારમાં માછીમારોને ફીશીંગ બોટો માટે ડીઝલ પુરૂ પાડવું
 • ઓ.બી.એમ. તથા મરીન એન્જીંન વેચાણ કરવું
 • સક્રિય માછીમારો માટે આકસ્મિક જુથ વીમા યોજનાનુ અમલીકરણ કરવું
 • જુદા જુદા પ્રકારની માછલાં પકડવાની જાળ અને દોરીઓનું ઉત્પાદન કરી તે માછીમારોને પૂરી પાડવાની કામગીરી કરવામાં આવે છે.
 • લાકડાંની અને ફાઇબર ગ્લાસની પ્રબલિત પ્લાસ્ટિકની માછલાં પકડવાની હોડીઓનું બનાવવી અને પૂરી પાડવી.
 • ટિનની હોડીઓ, જુદા જુદા કદનાં માછલી ઘર, વગેરે બનાવવાં અને પૂરાં પાડવાં
 • મત્સ્યબીજનાં ઉત્પાદન અને વહેંચણી : ઇંડિયન મેજર કાર્પની સ્પોન, ફ્રાય અને ફિંગરલિંગ
 • અશોક લેલેન્ડ મેક/મરિનર આઉટબોર્ડ મોટર્સના યોગ્ય એન્જીંન સાથે માછલાં પકડવાની હોડીઓ (ક્રાફટ)નું યંત્રીકરણ કરવું.
 • જુદાં જુદાં મત્સ્યબંદરોએ ૧૮ કન્ઝ્યુમર પંપની કામગીરી મારફત માછલાં પકડવાનાં વહાણને હાઈસ્પીડ ડિઝલ એન્જીંન મુકવાં.
 • સરકારે મચ્છીમારીના ક્ષેત્રમાં શરૂ કરેલી વિકાસ પરિયોજનાઓનો અમલ
 • રાજ્યના માછીમારોના જૂથ અકસ્માત વીમા યોજનાનો અમલ.

વહીવટી માળખુ

વહીવટી માળખુ

 • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
Go to Navigation