Line PopupClose

ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિમિટેડ

ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિમિટેડ, ગુજરાત રાજ્યની માછીમાર સહકારી મંડળીઓની ટોચની સહકારી સંસ્થા છે. ગુજરાત સરકારના નાણાંકીય અને વહીવટી સમર્થનથી સને ૧૯૫૬માં સ્થાપવામાં આવેલ છે. સંસ્થા્ના કુલ ભરાયેલ રૂ.૮૭.૨૦ લાખના શેર હોલ્ડીંગમાં ગુજરાત સરકારનું આશરે ૭૮.૮૫ લાખનું મોટું શેર હોલ્ડીંગ છે. ગુજરાત સરકાર ઉપરાંત ૨૮૯ પ્રાથમિક સહકારી મંડળીઓ અને ૨૯૩૯ વ્યક્તિઓ ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રિત સહકારી સંસ્થા લિ.ના સભ્ય છે. સંચાલક મંડળમાં કુલ ૧૬ સભ્યો છે. ૯ નિયામકોને ગુજરાત સરકાર દ્વારા નિયુકત કરવામાં આવે છે. અને બાકીના માછીમાર સહકારી મંડળીઓ પૈકી ચુંટાયેલા સભ્યો છે. કૃષિ અને સહકાર વિભાગ (પશુપાલન ગૌસંવર્ધન અને મત્યોધોગ)ના સચિવ ગુજરાત મત્સ્યોદ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિ.ના અધ્યક્ષ છે. આ એસોસીએશનની રોજબરોજની વ્યયવસ્થા નું કામ વહીવટી સંચાલકશ્રી સંભાળે છે. જેની નિયુક્તિ સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે.જેઓ અધિક કલેકટર કક્ષાના અધિકારી હોય છે.

ફીશીંગ નેટ

સંસ્થા દ્વારા જુદા જુદા ત્રણ પ્રકારની માછલાં પકડવાની જાળ અને દોરીઓનું વેચાણ કરી તે માછીમારોને પૂરી પાડવાની કામગીરી કરવામાં આવે છે.

કુલ ત્રણ પ્રકારની ફીશીંગ નેટ ઉપલબ્ધ છે.

  • નાયલોન મલ્‍ટી ફીલામેન્‍ટ નેટ
  • એચ.ડી.પી.ઇ. નેટ
  • નાયલોન મોનો ફીલામેન્‍ટ નેટ

રાહત દરે એજીંન અને ડીઝલનું વેંચાણ

સંસ્‍થાના જુદાજુદા ડીઝલપંપો જેવાકે વેરાવળ-૧,૨,૩, બી.બી.વાય, માઢવાડ, રાજપરા, નવાબંદર, જાફરાબાદ, માંગરોળ, પોરબંદર, રૂપેણ, આડીત્રા, ઓખા, સલાયા, સચાણા, જખૌ, ઉમરગામ, ધોલાઇ અને કોસંબા. વિગેરે સ્‍થળે માછીમારોને ફીશીંગ માટે ડીઝલનું વેંચાણ કરવામાં આવે છે.

દરિયાઇ તથા મીઠાપાણીની માછલી

સંસ્થા દ્વારા જુદા જુદા સ્થળોએ મોબાઇલવાન મારફત તાજી માછલી અને દરિયાઇ માછલીનો છુટક વેચાણ કરવામાં આવે છે.

મત્સ્યબીજ

મીઠા પાણીના મત્સ્યબીજ જેવાકે સ્પોન, ફ્રાય, એર્ડવાન્સ ફ્રાય, ફીંગરલીંગ્સન, અને એડવાન્સ ફીગરલીંગ્સવ, વિગેરે જુદીજુદી સાઇઝમાં મત્સ્યબીજ ઉપલબ્ધ છે.

સરકારશ્રીની યોજનાઓનું અમલીકરણ

રાજય સરકારની રાહતની યોજનાઓ જેવી કે બોટ/જાળ યોજના, પગડીયા આદિજાતિ તાલીમાર્થી કીટ, એક્વેરીયમ, ફીશ તથા એસેસરીઝ વિગેરે માટે સંસ્થાક આ યોજનાઓની સંસ્થા અમલીકરણ કરનાર એજન્સી છે. માછીમારોને જુદીજુદી યોજનાઓ માટે સંસ્થામાંથી ખરીદી ઉપર ૫૦ ટકા ૭૫ ટકા અને ૯૦ ટકા સુધીની રાહત મળવાપાત્ર થાય છે. લાભાર્થીઓ પસંદ કરવાની કામગીરી જે તે મત્સ્યોધોગ કચેરીઓ ધ્વારા કરવામાં આવે છે.

માછીમાર અકસ્માત જુથ વિમા યોજના

માછીમાર અકસ્માત જુથ વિમા યોજના રાજયના ૧,૭૨,૩૫૯ સક્રિય માછીમારોને ફીશીંગ દરમ્યાન અકસ્માત થવાના કિસ્સા માં રૂા.૧.૦૦ લાખનો વીમા કલેઇમ ફીશકોપ્ફેમડ ન્યુ દિલ્હી દ્વારા ચુકવવામાં આવે છે.

  • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gujaratindia.com, ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
Go to Navigation